મુખ્ય સામગ્રી પર જાઓ

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;
         દેહ ને દેહનાં સંબંધીમા, સગાં સહોદર કુટુંબીમાં. ૧
અહં મમત્વની કરાવનારી, વળી જીવોને બંધનકારી;
         એતો કૃષ્ણ પ્રભુની છે શક્તિ, દિયે ભુલાવી પ્રભુની ભક્તિ.૨
માટે ભક્ત રહો સાવધાન, અતિ માયા ઘણી બળવાન;
         સત્વ રજ ને તમ રહાવે, એતો માયાના ગુણ કહાવે.૩
કામ ક્રોધ ને મોહ વિકાર, એતો માયા તણા નિરધાર;
         પ્રભુ વીના બીજામાં જે પ્રીત, તેને જાણવી માયા ખચીત.૪
જડ ચૈતન્ય દ્વિવિધ માયા, તેમાં મોહ પામ્યા રંક રાયા;
         એતો દાસી છે મહા પ્રભોની, વળી આશ્રયકારી જીવોની.૫
એવી માયા પ્રબળ અતિ ભારી, દૈવી રાક્ષસી ઉભય પ્રકારી;
         સાચા ભક્તોને છે સુખકારી, દુષ્ટોને અતિ દુઃખ દેનારી.૬
જે કોઇ પ્રભુને શરણે જાય, તેણે પ્રભુની માયા જીતાય;
         બીજા કોટિ કરે જો ઉપાય, પણ માયા કદિ ન જીતાય.૭
એ તો પ્રગટ પ્રભુને પ્રતાપ, જીતે ભક્ત તે માયા અમાપ;
         કહે નારણદાસ મોરારી, એથી રક્ષા કરો પ્રભુ મારી. ૮
રચયિતા :
નારાયણદાસજી
વિવેચન:

પદ-૧૦૮(રાગ :ચોપાઇ)                      પદ-૧૦૮

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026