મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરના વાસીરે અવની આવ્યાછે

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;
            અક્ષરના મુક્તોરે સાથે લાવ્યા છે.૧
ભકતોને ભુધરરે મનમાં ભાવ્યા છે;
            માયામાં બળતારે જીવ બચાવ્યા છે.૨
બહુ દયા કરીરે દર્શન દીધાં છે;
            નરનારી સૌનેરે પાવન કીધાં છે.૩
સુખડાં સાધુનેરે અવિચળ આપ્યાં છે;
            નારાયણદાસનાં રે દુઃખડાં કાપ્યાં છે.૪
 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026