મુખ્ય સામગ્રી પર જાઓ

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે...ટેક
         ફરસી ફાંસી સંગે લાવશે જીરે, મોટા મુદગર વળી હાથ રે...અંતે૦ ૧
તેને દેખીને નાડી તૂટશે જીરે, છૂટશે દેહના બંધ રે...અંતે૦
         બોતેર કોઠામાં લાય લાગશે જીરે, બોલી થાશે તારી બંધ રે...અંતે૦ ૨
કંઠ રૂંધાશે કફ જાલથી જીરે, પાણી ન પીવાય મુખ રે...અંતે૦
         ઇન્દ્રિના દ્વાર સૌ રૂંધશે જીરે, દેશે અતિ તુને દુઃખ રે...અંતે૦ ૩
કોટી વીંછીની થાશે વેદના જીરે, તારા તે તનને માંય રે...અંતે૦
          બદ્રીનાથ કહે તે સમયે જીરે, કરશે તારી કોણ સહાય રે...અંતે૦ ૪

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026