મુખ્ય સામગ્રી પર જાઓ

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી;
          રહેશું જઈ રાણાના રાજમાં, ભૂપની ભીડ ન ખમાયજી...અકલે૦ ૧
દૂબળા દરબારના ગામમાં, સિપાઈ પણ સાંઢ થાયજી;
         વિપત વસ્તી કેટલી ભોગવે, લોંઠા તે લૂંટી ખાયજી...અકલે૦ ૨
અક્કલ વિના એ નરેશનું, રાજ થયું પાયમાલજી;
         અમલદારે વાળ્યો ઓટલો, બાપુ થયા બેહાલજી...અકલે૦ ૩
ગેરંટી ખાધી ગરાસિયે, જપતી લઈ આવ્યા જમજી;
         દાસ હરિ કહે જીવને, આવી વેળા વિષમજી...અકલે૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026