મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અનંત આત્માનો ઉદ્ધાર કરવા અક્ષરમુક્તોને લાવ્યા,
          અક્ષરધામ૦ ટેક.
છપૈયાપુરમાં જન્મ રે લીધો, ધર્મભક્તિને આનંદ દીધો;
રૂડો બાલુડો વેશ કીધો, બાલચરિત્રનો આનંદ દીધો,
         અક્ષરધામ૦ ૧
ભક્તિમાતાએ લાડ લડાવ્યા,ધર્મપિતાએ વેદ ભણાવ્યા;
ભાભીએ ભાવે રોજ જમાડયા, આખા છપૈયે સ્નેહે રમાડયા,
         અક્ષરધામ૦ ૨
કાલિદત્ત અસુર ભારી, આવ્યો હરિને મારવા ધારી;
નિજ માયા તેણે વિસ્તારી, બાલપ્રભુએ નાખ્યો મારી,
         અક્ષરધામ૦ ૩
માતા પ્રભુને પ્રેમે જગાડે, ચુંબન કરીને ગળે લગાડે;
મં મં બોલી પેંડા જમાડે, છપૈયાવાસી હેતે રમાડે, 
         અક્ષરધામ૦ ૪
સુવાસિની તો સ્નાન કરાવે, અંગોઅંગ ચોળી નવરાવે;
સુંદર સારાં વસ્ત્ર ધરાવે, જ્ઞાનજીવન બલિહારી જાવે,
         અક્ષરધામ૦ ૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
બાળ લીલા
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026