મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

અક્ષરવાસી અલબેલા તમ પરવા
             સુંદર છોગાળા છેલ જાઉં બલીહારી...ટેક.
સાખી  : સર્વ દેવના દેવ છો, સર્વ ઇશના ઇશ;
             પરમાત્મા પ્રગટ થયા, નાથ અક્ષરાધીશ.
કરવા કોટિ ભવ પાર નર ને નારી;
             હરવા ભૂમિનો ભાર કુંજ વિહારી...૧
સાખી  : સર્વાધાર છો શ્રીહરિ, સર્વ શક્તિમાન;
             સર્વોપરિ સુખ આપતા, ભક્તોને ભગવાન.
 પ્રગટ્યા સ્વામી સુજાણ શ્રી અવતારી,
             અવની ઉગ્યા છો ભાણ, દેવ મોરારી...૨
સાખી  : સર્વ ગુણ શામળા, રહે છે તમારી પાસ;
             કલ્યાણ કરજો મારૂ;કહે છે નારણદાસ.
 કરીએ નિત્યે ગુણ ગાન પાવનકારી.
              ધરીએ ધરમ કુંવરનું ધ્યાન રુદીએ ધારી...૩
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026