મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર

 અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ટેક.
                                                જય અઘહારી, જય અવતારી
દયા કરો ઘણી દેવ મોરારી, અલબેલા અમને આશ તમારી;
આશરો એક તમારો છે સ્વામી, ગજને છોડાવ્યો ગરૂડના ગામી;
                                                (માટે કરો મેહેર, વિચારી તે પેર)
                                                 અમારા હૈડા કેરા હાર.                         આવોને.૧
અધમ ઉદ્ધારા, ધર્મકુમારા
અજામેલને કર્યો ભવપારા, નારાયણ નામ જપ્યો એકવારા;
એવી રીતે આવો અંતરજામી, સંકટ સમે કહું શીશનામી;
                        (અવગુણ અમારા ન જોશો, દુઃખડાં દામોદર ખોશો)
                                                પ્રભુજી પ્રાણ આધાર.                            આવોને.૨
 જય જય દેવા, સુર કરે સેવા
ધ્યાન ધરે નિત્ય શંકર જેવા, મુમુક્ષ ઇચ્છે સમીપમાં રહેવા;
ગીધ ઉગાર્યો ને ગુણકા તારી, એ રીતે સહાય કરો સુખકારી;
                        (અમારા દોહ્યલી વેળાના દામ, પુરો હૈડા કેરી હામ)
                                                દયાનિધિ દાસ તણા દાતાર.                આવોને.૩
            ગુન્હા અમારા, છેજ અપારા.
માફ કરો તમે સરજનહારા, પ્રજાળી દ્યો મુજ પાપના ભારા;
રાંકનો વાંક રંગીલા ન જોશો, પાપને તાપ સમૂળગા ખોશો,
                        (પ્રીતમ રાખો પાસ, કરજોડી કહે નારણદાસ)
                                                ચતુર વર ચરણ કમળ-બલીહાર          .આવોને.૪
 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026