મુખ્ય સામગ્રી પર જાઓ

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

 અંગમાં દેખાય છે રે,
             વહાલા ! પ્રકટ તમારે ચેન ;      
ચાલતે કાના, લડથડો રે,
             આંખડલીમાં નિદ્રાનું ઘેન...અં૦૧
જાણે તેને આગળે રે,
             ઝાઝાં નવ કરીયેં કાંઇ ફેલ ;     
વાંસળી વીસારીને રે,
             વેલણ કયાંથી લાવ્યા છેલ...અં૦ર
ખોટા સમ ખાતાં રે,
             વહાલા લાજો નહીં લગાર ;        
પડી મેલી પાંભડી રે,
             પટોળી લાવ્યા નંદકુમાર...અં૦૩
મનમાં માવજી રે,
             જાણી સરવે તમારી વાત ;
બોલોને હવે પાધરું રે,
             રમી આવ્યા કેને સંગ રાત...અં૦૪
થયું તેમ ઠાવકું રે,
             કહોને કૂડાબોલા કાન ;   
વહાલા બ્રહ્માનંદના રે,
             તમને લાગ્યું તેનું ધ્યાન...અં૦પ

 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026