મુખ્ય સામગ્રી પર જાઓ

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર, 
          અકળ ગતિ છે તમારી રે -હોજી..
પાર તમારો કોઇ નવ પામે,
         કળા તમારી ન્યારી મારા ઇશ્વર -અકળ..1
રામતણાં અવતારે વ્હાલા,
          વનગયા વનમાળી રે - હોજી..
પિતા વચનને પૂરણ કરવા,
          પોતે પ્રતિજ્ઞા પાળી મારા ઇશ્વર -અકળ..2
વનની વાટ બહુ જીવ તાર્યા,
                  સતિ અહલ્યા ઉદ્ધારી રે - હોજી..
રણસંગ્રામે રાવણ માર્યો,
         ધનુષ્ય કરમાં ધારી મારા ઇશ્વર -અકળ..3
કૃષ્ણતણા રૂપ પ્રભુ મારા, 
         આપ થયા અવતારી રે - હોજી..
મથુરા ગોકુળ વૃંદાવનમાં,
         કીધાં ચરિત્રો ભારી મારા ઇશ્વર -અકળ..4
પય પાને પુતના સંહારી,
         ઉદ્ધારી કુબજા નારી રે - હોજી..
કંસ વિદારી વ્રજજન તાર્યા,
         ગિરિગોવર્ધન ધારી મારા ઇશ્વર -અકળ..5
વેદ પુરાણે બહુ જશ ગાયા,
          અગણિત પાવનકારી રે - હોજી..
મનમોહન ગુણ ગાઉં તમારા, 
         નિશદિન અંતરધારી મારા ઇશ્વર -અકળ..6




 

વિશેષ નામ :
રામ
કીર્તન પ્રકાર :
સાખી
રચયિતા :
મનમોહન
ઉત્પત્તિ:

અકળગતિ પ્રભુ આપની, કોઇ ન પામે પાર,
મનમોહન ગુણ ગાઇને, ઉતરીયે ભવ પાર.


સં. 2005 મહાશુદ 14 શનીવાર.

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026