મુખ્ય સામગ્રી પર જાઓ

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે...ટેક
         આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે...અંતરજામી૦ ૧ 
વિશ્વવિહારી મૂર્તિ તારી, નિશદિન જોઉં ધારી ધારી;
         આનંદકારી અનુપમ તેજે છે ભરી રે...અંતરજામી૦ ૨
કરુણા કરજો કુંજવિહારી, કામ, ક્રોધ, મદ, લોભ નિવારી;
         લેજો નૌકા તારી દયાળુ, દયા કરી રે...અંતરજામી૦ ૩
શ્રી સહજાનંદ છો બહુનામી, પ્રબળ પ્રતાપી                
         મનમોહન નીરખું, નિત્યે, નેણાં ભરી રે...અંતરજામી૦ ૪

રચયિતા :
મનમોહન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026