મુખ્ય સામગ્રી પર જાઓ

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,
         દેવ દયા નિધીને નિત ભજતાં પામું હું ભવ જલ પાર...અંતર૦ ૧
નેણ મહાસુખ દેણ તમારાં એણ તણે અનુસાર,
         વાણી તો જાણી મહા ગુણ ખાણી, લોભાણી વૃતિ એહ ઠાર...અંતર૦ ર
પ્રીત અમિત ખચિવ કરી છે, શ્રી હરિ સંગ આવાર,
         શામ મહા સુખ ધામ સંભારૂં, નિત્ય પ્રત્યે કરી પ્યાર...અંતર૦ ૩
શેષ સુરેશ મહેશ જપે નિત્ય, અક્ષર ધામ આધાર,
         શીષ પ્રેમે જગદીશ અહોનિશ પદરજને ઘરનાર...અંતર૦ ૪

રચયિતા :
જગદીશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026