મુખ્ય સામગ્રી પર જાઓ

અંતકાળે કઠણ વેળા આવશે રે

અંતકાળે કઠણ વેળા આવશે રે...ટેક
હેત કરી હરિના જનમાં રે, હૃદે રટો નારાયણ નામ;
          જઠરાના જમાંન જમ દેખશો રે, ક્રુર કાજળ સરખા શામ...૧
વદન વાંકાં આંખો અતિલાલ છે રે, દાંત મોટા દીસે વિકરાળ;
         તાડ સરખાં ઉંચાં અંગ એહનાં રે, તીર સરખા તિક્ષણ વાળ...ર
એવા આવિ કાયગઢ ઘેરશે રે, તુર્ત રૂંધી લેશે દશદ્વાર;
         પાશ બાંધીને મુદગર મારશે રે, તાંણી લેશે જંતર જેમ તાર...૩
કોટી કોટી વિંછીની વેદના રે, એક એક રૂંવાડે થાય;
         ભૂમાનંદનો વાલો ભજ્યા વિના રે, બીજો કોઇ ન કરે સહાય...૪

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026