મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે...૧
બ્રહ્મ જ્યોતિ એ છે તે જ નિરાકાર રે, એને વિષે પુરુષોત્તમ છે સાકાર રે...૨
દિવ્ય સિંહાસને બેઠા કરી વાસ રે, કોટિ સૂર્ય સરખો છે એનો પ્રકાશ રે...૩
દિવ્ય મૂર્તિ સર્વનું કારણ જાણો રે, એના તેજે અજ્ઞાની જીવ ભરમાણો રે...૪ 
પુરુષોત્તમ વિના કર્તા નથી કોઇ રે , દાસ ગોપાલ કહે પ્રગટને જોઇ રે...૫

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026