મુખ્ય સામગ્રી પર જાઓ

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ

અંતે જાવું છે એકલા રે, સંગે આવે નહિ કોઈ;
         માતપિતા ને ભાઈ દીકરા, હાંરે નારી કૂટે છે રોઈ...અંતે૦ ૧
ભૂખે મરીને ભેળી કરી રે, માયા લાખ કરોડ;
         દાટી રહેશે દરબારમાં, હાંરે જોને આંખ્યુ કાં ફોડ...અંતે૦ ૨
જીવ સંગાથે જાય છે રે, પુણ્ય પોતાનાં પાપ;
         સુખ દુ:ખ ફળ તેનાં ભોગવે, હાંરે જમપુરીમાં આપ...અંતે૦ ૩
રાજા ધર્મની આગળે રે ખાશો મૂરખ માર;
         દેવાનંદ કહે દેહ ધારશો, હાંરે લખ ચોરાશી વાર...અંતે૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
દેવાનંદ સ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
www.swaminarayankirtan.org © 2026