મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ...ટેક
           નિગમ નેતિ નેતિ કહીને પોકારે, મૂળમાયાની આડી ચોકી...જડે૦ ૧
પુરુષોત્તમ વિના કોણ પાર ઉતારે, વાટે જાતા રાખે રોકી...જડે૦ ૨
           શૂરવીર સેવક સ્વામિનારાયણના, તેને ન શકે ટોકી...જડે૦ ૩
દાસ હરિ કે સત્સંગી સ્વામીના, દેખી માયા હલાવે ડોકી...જડે૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
ભાવ :
ઉપદેશ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026