મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.અક્ષર.
           પાઘ બંધાવું ને હાર પેહરાવું ભ્રમર ભમે રૂડા તોરણીયે.અ.      
મોંઘા મોતિનો રૂડો થાળ ભરાવું વાલા વધાવું રૂડાં ફૂલડીએ.અ.
           મંદિર આવોને હેરીને બોલાવો વાલા હરો ચિત્ત વાતડીએ.અ.
નારાયણદાસના નાથ દયાળુ પ્યારા પધારો ચઢી ચાખડીએ.અ.
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026