મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરના વાસી રે અવની આવીયા

અક્ષરના વાસી રે અવની આવીયા,
નામ ધર્યું છે સ્વામી સહજાનંદજો;
પરદુઃખ ભંજન પ્રીત કરી પધારિયા,
                        અવતારી અલબેલો અક્ષરચંદજો.અક્ષર.૧
પુર્વમાં પ્રગટ્યા ને પશ્ચિમ આવિયા,
ગઢપુરમાં દાદાખાચરને ઘેર જો;
બહુનામી બિરાજ્યા લક્ષ્મીબાગમાં;
                        રમ્યા જમ્યા રંગ રસિયો રૂડી પેરજો.અક્ષર.૨
સત્સંગી સર્વેને સુખડા આપવા,
ધર્મકુમારે ધાર્યો છે અવતારજો;
દાસ નારાયણ કે'છે આ સંસારમાં,
                        પ્રગટ્યા પોતે અક્ષરના આધારજો.અક્ષર.૩
 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026