મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ

અક્ષરપતિ અલબેલડા રે, આવ્યા અમારે કાજ;
           અનેક પતિત ઓધારિયા, વાલા અઢળક ઢળ્યા છો આજ...અક્ષર૦ ૧
કરુણા રસમય મૂરતિ રે, દયા વરસે છે નેણ;
           કરુણાસાગર કુંવર ધર્મના, કરૂણા ભર્યા છે વેણ...અક્ષર૦ ૨
કરુણામય જોવું હસવું રે, કરુણામય છે ચાલ;
           કરુણા ભર્યા કર લટકાં, વાલા જોઈ થયાં નિહાલ...અક્ષર૦ ૩
કરુણાસિંધુ સદા જાણતા રે, ક્રૂર નોતા લગાર;
           ક્રૂરપણું ક્યાંથી આવિયું, મળી કોઈ ધૂતારી નાર...અક્ષર૦ ૪
કામણ કીધાં તમને કારમા રે, થયા અમથી ઉદાસ;
           પ્રેમાનંદ કહે અમને તજી, ગયા કોઈ પ્યારીને પાસ...અક્ષર૦ ૫

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026