મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ, રાજ આવીને મારે મનડે વસ્યા...ટેક. પૃથ્વીમાં ફરી પ્યારા સંતો બનાવ્યા, અ.ભૂ.વ.ધો.જુ.ગ.માં વ્હાલે ધામ બંધાવ્યાં, બ્રહ્મપુરમાં જીવો પહોંચાડયા મહારાજ...રાજ૦ ૧ શહેરે ફરીને વાલે સતસંગ સ્થાપ્યો, પરચા પૂરીને વાલે કુસંગ કાપ્યો, અમદાવાદમાં નરનારાયણ સ્થાપ્યા મહારાજ...રાજ૦ ૨ કચ્છમાં ફરી વાલે બહુ કામ કીધાં, લાખો લોકોને વાલે ઘણાં સુખ દીધાં, ભૂજપુરમાં નરનારાયણ સ્થાપ્યા મહારાજ...રાજ૦ ૩ ચરોતરમાં વાલે ખૂબ ઉત્સવો કીધા, જોબનપગીના બધાં પાપ બાળી દીધાં, વડતાલમાં લક્ષ્મીનારાયણ સ્થાપ્યા મહારાજ...રાજ૦ ૪ ભાલ પ્રદેશે પ્રભુ અતિશે પધાર્યા, ભાવિક ભક્તોના વાલે ભાવો સ્વીકાર્યા, ધોલેરામાં મદનમોહન સ્થાપ્યા મહારાજ...રાજ૦ ૫ સોરઠમાં મારે વાલે સમાધિ કરાવી, મોટા જબ્બર મતપંથો હરાવી, જૂનાગઢમાં રાધારમણ સ્થાપ્યા મહારાજ...રાજ૦ ૬ પાંચાળ દેશ અતિ વાલો હરિને, જ્ઞાનનો નાથ રહ્યા ઘર કરીને, ગઢપુરમાં ગોપીનાથ સ્થાપ્યા મહારાજ...રાજ૦ ૭

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026