મુખ્ય સામગ્રી પર જાઓ

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે;
            ઓધાજી મારું અંતર દાઝે છે અતિ...ટેક.
જે દિ’ના સધાવ્યા શ્યામ, તે દિ’નું ન સુઝે કામ;
            મુંઝાઈ ગઈ છે મતિ રે...ઓધાજી૦ ૧
દરદે દીવાની ડોલું, બોલતાં બેફામ બોલું;
            ઘેલાના જેવી છે ગતિ રે...ઓધાજી૦ ૨
બોલ્યું નવ ગમે કે’નું, મુખ જોયા વિના એનું;
            રુદે સુખ નથી રતિ રે...ઓધાજી૦ ૩
નિષ્કુળાનંદનો સ્વામી, જાણે છે અંતરજામી;
            તોય કહેજો મારી વતી રે...ઓધાજી૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : ખમાજ
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સ્વરકાર : પરંપરાગત
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
વિશેષ નામ :
વિરહ
પ્રસંગ :
ક્ષણિક, હંગામી, અસ્થાયી
પુસ્તક :
કિર્તનાવલી
www.swaminarayankirtan.org © 2026