મુખ્ય સામગ્રી પર જાઓ

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે;
પણ છે પોતાનું રે પ્રભુજી તમે પાળજો રે;
            અધમ ઓધારણ કરુણાના ધામ રે...અંત૦ ૧
ગજને છોડાવ્યો રે ગ્રાહનાં મુખ થકી રે, કરતાં કાંઈ અરધ નામ ઉચ્ચાર રે;
એવી રીતે આવો રે સુંદર શામળા રે;
            વાટડી જોઉ છું વારમવાર રે...અંત૦ ૨
નારાયણ નામે રે ઓધાર્યો અજામેળને રે, કરતાં તે પુત્રતણો રે પોકાર રે;
એવું તે વિચારી રે અલબેલા આવજો રે;
            અમારે છે તમારો રે આધાર રે...અંત૦ ૩
દોયલી વેળામાં રે દીનાનાથજી રે, કહોને અમે કેની કરીએ આશ રે;
મુક્તાનંદના સ્વામી રે સુંદર શામળા રે;
            અબળાને તેડી રાખો પાસ રે...અંત૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
વિશેષ નામ :
બિરુદ, પણ, ટેક, પ્રતિજ્ઞા,બોલ, વરદાન
પુસ્તક :
કિર્તનાવલી
www.swaminarayankirtan.org © 2026