મુખ્ય સામગ્રી પર જાઓ

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

 અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી. ૧
         કંઠે હાથ મનોહર મોતી, સુંદર પ્રસન્ન વદન શશિ જ્યોતિ. ર
ભુજ બે ચક્રકમળ ધરી લીધાં, દ્વારામતી પતિ દર્શન દીધાં. ૩
         પ્રેમે પરવશ મુનિને જોયા, સહ્યું કષ્ટ જાણી અતિ મોભં. ૪
અંતરજામી અઢળક ઢળિયા, મુનિને ઉરમાં ઘાલી મળીયા. પ
         બ્રહ્માનંદ કહે જે તુંને વહાલું, મુનિવર માગ માગ વર આલું. ૬

રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
પૂનમ, સુદ, શુક્લ, આમલકી - ધાત્રી - કુંજ એકાદશી, ફાગણ, ફાલ્ગુન
સ્થળ :
ગોમતી, દ્વારકા
વિશેષ નામ :
રણછોડરાયજી, સચ્ચિદાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026