મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ૦ ટેક
           નર નાટક ધર્યો નટવર નાગર, કરવા અલૌકિક હો પ્રભુ ખેલ-શામરા૦ ૧
ધરમધુર ધારી ભક્તિ વિસ્તારી, રસિયાવર રહો રંગરેલ-શામરા૦ ૨
           જ્ઞાન વૈરાગ થાપ્યાં જીવના હૃદામાં, મિથ્યા માઈક હો કાઢી ફેલ-શામરા૦ ૩
દાસ હરિ કે પાપ પોટ ઉતારી, સુખમાં ચડાવી હો શિર હેલ-શામરા૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
સ્તુતિ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026