મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય;
          સત્સંગીને સારુ લાવિયા, હાંરે પંડે પુરુષોત્તમરાય...અક્ષરથી૦ ૧
મોક્ષનો મારગ ચલાવિયો રે, બાંધી સત્સંગ સડક;
         જાવા ધરણીથી ધામમાં, હાંરે નેક થઈ નિધડક...અક્ષરથી૦ ૨
કીધું સત્સંગમાં સોયલું રે, કળિજુગે કલ્યાણ;
         ચલાવ્યું સ્વામિનારાયણે, હાંરે નિજનામનું વહાણ...અક્ષરથી૦ ૩
દૈવી સંપત્તિના જીવને રે, સંસાર સિંધુ ખેવટ;
         દાસ હરિ કે વિમાનમાં, હાંરે તેડી ઉતારે તટ...અક્ષરથી૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026