મુખ્ય સામગ્રી પર જાઓ

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો,
         આવો હે સહજાનંદ સ્વામી, આવો આવો આવો...ટેક.
એકલી અટુલી વાલા રહું છું ભુવનમાં,
તારા વિના લાગે મને જાણે છું હું વનમાં,
         આવી મારી એકલતા મિટાવો...આવો૦ ૧
શા માટે લલચાવો પિયા અમને અંતરમાં,
આવો વાલા આવો હવે પધારો આ ઘરમાં,
         ભેટી મને હૈયા સાથે દબાવો...આવો૦ ૨
તમને મળવાને વ્હાલા ઝંખુ છું મનમાં,
તમારા વિયોગે વ્હાલા તપું છું હું તનમાં,
         એકવાર મીઠી વાણી સુણાવો...આવો૦ ૩
તમારું જ સુખ મને આપો જીવનમાં,
રહો મારું મન મારા પ્રાણ જીવનમાં,
          જ્ઞાનજીવન કહે ગલે લગાવો...આવો૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પુસ્તક :
કીર્તનમાળા-૧
ભાવ :
વિરહ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026