મુખ્ય સામગ્રી પર જાઓ

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે;
            ઓધાજી મારું અંતર ઉદાસી રહે છે...ટેક.
રાત દિન રૂદામાંય, સાંભરે રસિકરાય;
            તેણે નેણે નીર વહે છે રે...ઓધાજી૦ ૧
અમને વિસાર્યા વાલે, નેક નંદજીને લાલે;
            તેણે દન દુ:ખમેં છે રે...ઓધાજી૦ ૨
મથુરાનાં રાજા ઠર્યા, ભલે કુબજાને વર્યા;
            તેનું એને કોણ કહે છે રે...ઓધાજી૦ ૩
નિષ્કુળાનંદનો રાજ, કાં રે આહીં નાવે આજ;
            હવે એને કેનો ભે’છે રે...ઓધાજી૦ ૪

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026