મુખ્ય સામગ્રી પર જાઓ

અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી

અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી,
         જેને નિરખતાં જાયરે, જન મનના પાતક કોટી...૧
અંગુલીયું ઉપર ઝીણારે, રોમની શોભા અતિ ભારી,
         ટાળે અંતરનું અંધારુંરે, નખ શશી કાંતિ સુખકારી...ર
જમણા પગનો અંગુઠોરે, ચીન તેના નખમાં રાજે,
         તેજ અંગુઠાની પાશેરે, તિલ એક સુંદર છાજે...૩
ભવ સાગર તરવા નાવરે, બે પદ પંકજ સારાં છે,
         કૃષ્ણાનંદ શાંતિ ધામરે, ભકત વૃંદને પ્યારાં છે...૪

રચયિતા :
કૃષ્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026