મુખ્ય સામગ્રી પર જાઓ

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં,
          મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં...અખંડ૦ ૧
અગર ધુપ અતિ શોભતા, દીપક અજવાળું,
         મુખડું મોહનલાલનું નિરખું રૂપાળું...અખંડ૦ ૨
ભેરી શંખ મૃદંગ ધુની, વાજાં અતિ વાજે,
         બ્રહ્મા ભવ સુર આવિયા, સૌ દર્શન કાજે...અખંડ૦ ૩
જય જય વાણી ઉચ્ચરે, ઘેરે સ્વર ગાવે,
         બ્રહ્માનંદના નાથની, છબી જોઇ સુખ પાવે...અખંડ૦ ૪

રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
જનરલ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026