મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરવાસી વિલાસી વડતાલના રે

અક્ષરવાસી વિલાસી વડતાલના રે,
ભલે આવ્યા ભુપર ધરી ભાવ;                            
           મારા ઉરમાં આનંદ ઘણો વાધીયો રે.ટેક.
સુખ આપ્યા અલૌકિક આ સમેરે,
           મહામૂર્તિ મનોહર માવ.મા.
ઘણા પર્ચા પૂર્યા ઘનશ્યામજીરે,
           ઘણા ભકતોની પુરી છે હામ.મા.
ઘણા જીવોને જમથી છોડાવિયારે,
           ઘણા દુઃખીઓને આપ્યાં છે દામ.મા
ઘણા વેરી વશ કર્યા વાલમેરે,
           ઘણા માનીના ઉતાર્યા માન.મા.
ઘણા જીવોને અન્નધન આપીયાંરે,
           ઘણા ભકતોના વાળ્યા છે વાન.મા.
પરોપકારી પ્રભુજી પધારિયારે,
            દયા ધારી અધિક દિલ માંય.મા
મળ્યા નારણદાસના નાથજીરે,
           મારા મનમાં આનંદ ઉભરાય.મા.
 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026