મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ..ટેક
           મતપંથ કલ્યાણના કેડા કાંઈક છે, સ્વામીએ સત્સંગ સડક બાંધેલ-અવની૦ ૧
સોંઘું કલ્યાણ આજ સત્સંગમાં લ્યો ને, કળિજુગમાં કીધું સ્વામીએ સહેલ-અવની૦ ૨
           નિયમ નાણું દઈ ટિકિટ લિયો ને, ફોગટ કરવા મેલીને ફેલ-અવની૦ ૩
દાસ હરિના પ્રભુ પધાર્યા, પુરુષોત્તમ આજ કરી છે પેલ-અવની૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
ભાવ :
ધન્યતા
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026