અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે; મરવાને ટાણે, પ્રભુ વિના કોણ મુકાવે જમ મારથી...ટેક. કંઠ રુંધાશે કફ જાળથી...હો જા૦ કાળા જમ કિંકર દેખાય રે...મર૦ ૧ નવસે નવાણું તૂટે નાડિયું...હો જા૦ બોંતેર કોઠામાં લાગે લાય રે...મર૦ ૨ રોમ કોટિ વીંછીની વેદના...હો જા૦ હૈડું હાલક-ડોલક થાય રે...મર૦ ૩ આંખ્યો ઉઘાડે અતિ વેદના...હો જા૦ શેષ કોટિથી ન કેવાય રે...મર૦ ૪ દુ:ખ પામીને તજ્યો દેહને...હો જા૦ દેવાનંદ કરે કોણ સહાય રે...મર૦ પ
