મુખ્ય સામગ્રી પર જાઓ

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ;
સર્વે જીવોનાં તે કરે છે કાજ;
          હૈયાના હાર હરિ પ્યારા મહારાજ...સર્વે૦ ટેક.
હરિનો મહિમા બહુ છે મોટો;
જડે નહિ એનો ગોતતા જોટો;
          માહાત્મ્ય જ્ઞાન દૃઢ કરવું આજ...સર્વે૦ ૧
હરિનું માહાત્મ્ય સહુથી મોંઘું;
એની આગળ બીજું સર્વે છે સોંઘું;
          મહિમા જેવું નથી કોઈ સુખસાજ...સર્વે૦ ૨
જ્ઞાનજીવન કહે હરિને ભજવા;
માયિક પંચ વિષયને તજવા;
          હરિના મહિમાથી થશે તે કાજ...સર્વે૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૧૦, તા.૦૫/૦૯/૨૦૧૮, કુંડળ, સવારે ૭:૫૫, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026