મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરધામથી સંતોની સંગાથ જો

અક્ષરધામથી સંતોની સંગાથ જો,
          પુરુષોત્તમ પધાર્યા મૃત્યુ લોકમાં...અક્ષર૦ ૧
શરદપૂનમની રૂડી રૂપાળી રાત જો,
         પાટ ઢાળીને બેઠા વાલો ચોકમાં...અક્ષર૦ ૨
સંતો ભક્તોને વ્હાલે રાસ રમાડિયા,
         રમ્યા છે વૃત્તિ રાખી પુણ્યશ્ર્લોકમાં...અક્ષર૦ ૩
દૂધ પૌઆને જમ્યા મારો વાલમો,
         આપી પ્રસાદી સર્વે જનોને ચોકમાં...અક્ષર૦ ૪
પામ્યા પામ્યા આનંદ અપરંપાર જો,
         લાખો જીવો સહજાનંદી જોકમાં...અક્ષર૦ ૫
જ્ઞાનજીવન કહે ઉત્સવ દ્વારા તારિયા.
         અનંત જીવોને પહોંચાડયા બ્રહ્મલોકમાં...અક્ષર૦ ૬

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ઉત્સવ
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026