મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;        

અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
            હાલો હાલો મુક્તરાજ, આપણી, રાહ જુએ છે મહારાજ...ટેક.
પગે ચાલી સહુને, આવતા જાણી;
રાજી થયા છે આજ, સારંગપાણી;
            ધૂન કરો મોટે અવાજ...આપણી૦ ૧
સંતો-ભક્તોને આજ, સંભારે શ્રીજી;
એનાથી મોટી કઈ, વાત હોય બીજી;
            દર્શન દેશે હરિ આજ...આપણી૦ ૨
ગઢપુર બિરાજે છે, ગોપીનાથ મહારાજ;
દર્શન આપે છે ત્યાં, હરિકૃષ્ણ મહારાજ;
          કરવાને આપણાં કાજ...આપણી૦ ૩
ભાળી આપણને, ભાવેશું ભેટશે;
જન્મોજનમનાં, દુ:ખડાં રે મેટશે;
           જ્ઞાનના રાજાધિરાજ...આપણી૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ગઢપુર પદયાત્રા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

તા.૨૯/૦૯/૨૦૧૮, કુંડળધામ, સવારે ૯ વાગે, સાધુઆશ્રમના ચોકમાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026