મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?

અક્ષરધામ ગમન પ્રશ્નોત્તરી કીર્તન

          પ્રશ્ન—(૧)
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
માયા અક્ષરમા જાતાં રોકશેરે,
ત્રિગુણી માયા તમનેં લૂંટશેરે,

         ઉત્તર--
ત્રણ દેહથી જુદો આતમા જાણી,
            બ્રહ્મ રૂપ થાતાં માયા ભાગશેરે;
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
           સ્મરણ કરશે તે અક્ષર પામશેરે...૧

         પ્રશ્ન—(૨)
અક્ષર ધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરની વાટે સિદ્ધિયું આવશેરે,
અક્ષર જાતાં તો સિદ્ધિયું રોકશેરે,

         ઉત્તર--
સિદ્ધિયું છે તો દેવને દૂર્લભ,
           અમને તે મોતીડે વધાવશેરે...

         કારણ ?
શ્રીજીની મૂર્તિ સનમુખેં રાખશું,
શ્રીજી અમોને ત્યાં ઉગારશેરે,
           સ્વામિનારાયણ...૨

         પ્રશ્ન—(૩)
અક્ષર ધામ આઘું છે અબજો જોજન
પાંખો વિનાના કેમ પહોંચશોરે...

         ઉત્તર--
પાંખો શ્રીજીની ‘૧આજ્ઞા ૨ઉપાસના’
એથકી અણું દૂર લાગશેરે;
           સ્વામિનારાયણ...૩

         પ્રશ્ન—(૪)
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષર જાતાં સગાંઓ રોકશેરે,

         ઉત્તર--
સગાં સબંધીને સત્સંગ ઓળખાવશું,
મહીમા સમજાતાં સુખ માણશેરે,
           સ્વામિનારાયણ...૪

         કવિ વચન
મહાપુરૂષદાસજી ગુરૂના પ્રતાપેં
માવ અક્ષર સુખ માણશેરે;
           સ્વામિનારાયણ...૫

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : અજાણ રાગ
પ્રકાશક:
અજાણ (પ્રકાશક )
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
માવદાનજી રત્નું
સ્થળ :
અક્ષરધામ, સ્વધામ
વિશેષ નામ :
લક્ષણ
www.swaminarayankirtan.org © 2026