મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે, સર્વેના નાથ નિયંતા વ્હાલા, તમે છો અંતર્યામી રે...૧ તમારે સમાન કોઈ નથી તો, મોટો તો હોય ક્યાંથી રે, મોટા મોટા જાણી ન શકે, તમને હું જાણું ક્યાંથી રે...૨ કૃપા યાચું એટલી હરિ, તમને જાણું ને માણું રે, જ્ઞાનજીવનને તમારા વિના, દેશો મા ઠામ ઠેકાણું રે...૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026