મુખ્ય સામગ્રી પર જાઓ

અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો

અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;
          મેં હું રક્ષક યા વ્રજકો અબ , કહાં કરેગો પાકારી હો...અંતર૦ ૧
અભય વચન બોલે મનમોહન, વ્રજવાસી નરનારી હો;
         જીન ડરી હો આવો ગિરિ નીચે, કિનિ મેં રક્ષા તુમારી હો...અંતર૦. ૨
યું કહી ગિરિવર કર ધાર્યો, સાત દિવસ લું મોરારિ હો;
         કરી રક્ષન રાખે વ્રજવાસી , ગિરિ નીચે ગિરિધારી હો...અંતર૦ ૩
સુરપતિ સાત દિવસ લગિ બરસિ, રહ્યો હારી અહંકારી હો;
         વાર ન વાંકો ભયો કાહુકો, પ્રેમાનંદ બલિહારી હો...અંતર૦ ૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પ્રસંગ :
અન્નકૂટ -- (5)
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026