મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા...ટેક
બહુ જીવનાં ભવબંધન કાપી રે, કર્યા નિરભે અભયપદ આપી રે;
          માયા મોહ ન શકે કદી વ્યાપી...અક્ષર૦ ૧
લાગ્યો પુરુષોત્તમનો પલીતો રે, સહેજે સંકલ્પ શત્રુને જીતો રે;
         રહે મૂળપુરુષ પણ બીતો...અક્ષર૦ ૨
વેતી કીધી છે વિમાન ગાડી રે, સુધા સિંધુની ઊલંઘી ખાડી રે;
         શક્તિ શાની ફરે આવી આડી...અક્ષર૦ ૩
એનું ચાલે નહિ એકાંતિક આગે રે, માયા મુક્તોથી ભડકીને ભાગે રે;
         સામી બોલતા પણ બીક લાગે...અક્ષર૦ ૪
ધન્યભાગ્ય જીવનાં આ ટાણે રે, મહિમા મૂળપુરુષ વખાણે રે;
         અજ ઈશ તે રહ્યા અજાણે...અક્ષર૦ ૫
કરી કરુણા કંક જાતિ માથે રે, લખી હજૂરી હુકમ હાથે રે;
         આવો ધામમાં સંત સંગાથે...અક્ષર૦ ૬
ચક્રવર્તી સરક્યુલર૧ કરિયો રે, આપ્યો ઇલકાબ આનંદ ભરિયો રે;
         રાજી થઈ રેલ્યો દયાનો દરિયો...અક્ષર૦ ૭
ધન્ય ધરણી પર ભક્તનાં ભાગ્ય રે, મળ્યો મોક્ષ સામટો સુવાંગ રે;
          દાસ હરિ કે લિયો આવ્યો લાગ...અક્ષર૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ભાગવત મહિમા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026