મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે;
          પૃથ્વી ઉપર પધારીને રે, સહજાનંદ શુભ નામે...અક્ષર૦ ૧
નિ:શંક કર્યા અમને નાથજી, કોઈની શંકા ન ધરીએ;
         ધણી ધારી ઘનશ્યામને રે, જગમાં ફૂલ્યા ફરીએ...અક્ષર૦ ૨
કાળ કરમ ને માયા થકી, મેલાવીને મુક્ત જ કીધા;
         બ્રહ્મનિવાસી કીધા ભૂદરે રે, અવિચળ પદ પ્રેમે દીધાં...અક્ષર૦ ૩
સહેજે સુખ દીધા દાસને, સહજાનંદ સુખકારી;
         દાસ હરિના પ્રભુ ધામથી રે, આવ્યા અહીં નરતન ધારી...અક્ષર૦ ૪

ભાવ :
ધન્યતા
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026