મુખ્ય સામગ્રી પર જાઓ

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે;
            ઓધાજી અમે અંતરની કેને કહીએ...ટેક.
વાલે પ્રીતિ કરી પહેલી, મથુરાં ગયા છે મેલી;
            કહોને હવે કેમ કરીએ રે...ઓધાજી૦ ૧
સનેહનું શલ્ય સાલે, પિયું વિના કોણ પાળે;
            હરિએ ન જાણ્યું હૈયે રે...ઓધાજી૦ ૨
આંખડીએ આવે છે આંસુ, લોકડિયા કરે છે હાંસુ;
            તે તો અમે સર્વે સહીએ રે...ઓધાજી૦ ૩
નિષ્કુળાનંદને નાથે, અમને ન માર્યા હાથે;
            આવું કરવું’તું જૈયે રે...ઓધાજી૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : અજાણ રાગ
પ્રકાશક:
અજાણ (પ્રકાશક )
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
સ્વરકાર : હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
www.swaminarayankirtan.org © 2026