મુખ્ય સામગ્રી પર જાઓ

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,
            જન પ્રતિપાલ જાણી મુને દાસી તમારી. ટેક.
નાવના કૌવાની પેર્યે તમસું બંધાણી,
           વિષ સમ લાગે મુને વાલા જગતની વાણી. અખંડ ૧
જીવન દોરી છો મારી રસિયા વિહારી.
           તન, મન, ધન, નાખું હું તો તમ પર વારી. અખંડ ર
મોહની લગાડી વાલા મારા અળગા ન રહેજો,
           મુક્તાનંદના નાથ અમનેં સદાય સુખ દેજો. અખંડ ૩
           
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
વિશેષ નામ :
હિન્દી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026