મુખ્ય સામગ્રી પર જાઓ

અંત સમો જ્યારે તારો આવશે રે

અંત સમો જ્યારે તારો આવશે રે;
પંડ્ય પડવાનું છે તતકાળ,
         જમ દેખી છૂટશે બંધ દેહના રે...ટેક
માત તાત લાગશે સહુ કૂટવા રે,
         જૂવતી તોડશે શિર વાળ...જમ૦ ૧
જમ પાશ નાખીને તારી કોટમાં રે,
         લઇ જાશે લાગશે નહિ વાર...જમ૦ ૨
ગદા ગરજે કરીને તન ફાડશે રે,
         દેહે બીજા દેશે બહુ માર...જમ૦ ૩
બીતો નથી જુવાનીના મદમાં રે,
         હૈયા ફૂટ્યા તું મતિ હીણ...જમ૦ ૪
મુખ બેજાક્યુ બોલે છે ધન મદમાં રે,
         નથી જોતો ઉઘાડીને નેણ...જમ૦ ૫
તું તો મનમાં ડરતો નથી કોઇથી રે,
         બોલી સહુને ડરાવે ફટા બોલ...જમ૦ ૬
સિદ્ધાનંદ કેજા જ્યારે હતો ગર્ભમાં રે,
         ત્યારે શું દઇ આવ્યોજીતો કોલ...જમ૦ ૭

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026