મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,
         માટે વરી રેજાવું અખંડ વાલા સાથ રે...૧
દિવ્ય મૂર્તિ અવિનાશી પુરુષ એક રે,
         શાસ્ત્ર પુરાણ વેદ કહે છે વિવેક રે...૨
બીજા નર કાળ માયાનો છે ચારો રે,
         તેને ભજે તેનો થાય જન્મ ખવારો રે...૩
પ્રભુ પ્રભુના સંત કલ્યાણકારી રે,
         એમ જાણી સેવો સર્વે નરનારી રે...૪
આ પદને શીખે સુણે નિત્યે ગાય રે,
          જ્ઞાનમુનિના સ્વામી વિમાને તેડી જાય રે...૫

રચયિતા :
જ્ઞાનાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026