મુખ્ય સામગ્રી પર જાઓ

અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા

અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા;
          કરમાં માળા ઝાલી રે, મુરખ જ્યારે સુતો મરવા...અંતે૦ ટેક
નાનપણે ઘર ધંધામાં ધાયો; વૃદ્ધપણે હરિગુણ ગાય,
ઘર લાગ્યું ત્યારે કુવો ખોદાવે, એ અગ્નિ કેમ ઓલવાય;
         જીતી બાજી હાર્યો રે, પત્થરને નાવે બેઠા તરવા...અંતે૦ ૧
અંત સમે છાપ તિલક બનાવે, ભૂલી ગયો જ્યારે ભાન,
એરણની ચોરી સોયનું દાન, એમ કેમ આવે વિમાન;
         સંત જ્ઞાન નાવ્યું રે, બુદ્ધિ તારી ગઇ ફરવા...અંતે૦ ર
યુવતી નારીને જેવી પુત્રની આશા, એમ હરિભજે ફળ થાય,
વૃદ્ધ નારીને નહિ પુત્રની આશા, એનો એળે જન્મ વહી જાય;
         હરિને બેઠો ઠગવા રે, એંસી વર્ષે વર વરતા...અંતે૦ ૩
વીસ વર્ષે વિશ્વંભર મળે, ભક્તિ કરે ભુખ જાય,
હરિ શું છાયા તે બહુ કમાયા, તેને મળીયા પુરુષોત્તમરાય;
         દેવાનંદ કહે છે રે, મટ્યા ચોરાશી ફરવા...અંતે૦  ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
દેવાનંદ સ્વામી
વિશેષણ :
બહુવિધ
વિશેષ નામ :
સૂચકતા, સાવધાની, ચેતવણી
www.swaminarayankirtan.org © 2026