મુખ્ય સામગ્રી પર જાઓ

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો;
         કૃપાકે નિધાન કાન, અંતર પટ ખોલો...ટેક
નાગ નાથન નાથજીને, બાંધ દ્યુ હિંડોલો;
         નટવર છબી નિરખ હરખ, નાખૂંગી ઝોલો...કૃ૦ ૧
કનક જડિત પોંચી કર, મુગટ શિર અમોલો;
         સુથની અરુ શોભિત અતિ, પહેરાઉ ચોલો...કૃ૦ ર
ઠાડે નર નાર દ્વાર, કછુક અંતર તોલો;
         આયે બલભ્રાત નાથ, કરુણા કર જોલો...કૃ૦ ૩
ઉઠો બલવીર નીર, ગરમસે અંઘોલો;
          બ્રહ્માનંદ પાસ રખો, સેવા કાજ ગોલો...કૃ૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : ભુપાલી
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
પ્રભાતિયા
વિશેષ નામ :
લીલા, ચરિત્ર
www.swaminarayankirtan.org © 2026