મુખ્ય સામગ્રી પર જાઓ

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
          સંતો રૂપે ભક્તો રૂપે વાલમ મુજને ઘણું કહો છો...ટેક.
અંદર બહાર સાથે રહીને, સતત મારું પોષણ કરો છો;
અતિ કરુણા કરીને પ્રીતમ, અજ્ઞાન મારું શોષણ કરો છો;
         મૂર્તિરૂપે દિવ્યાતિ દિવ્ય આનંદથી મારી છાતી ભરો છો...૧
સત્શાસ્ત્રોને સંતોના મુખથી, સમજાવી મારી શંકા હરો છો;
આત્માની નિષ્ઠા સંતોની નિષ્ઠા, ભગવત્ નિષ્ઠા દૃઢ કરો છો;
         કરુણાનિધાન કરુણા કરીને, બાહ્યાન્તર સહુ દુ:ખ હરો છો...૨
અંતર મારે સદા વસીને, કરાવો છો તમે સદ્‌વિચારો;
અખંડાનુભવ કરાવા આપનો, સતત રાખો છો જ્ઞાનનો મારો;
         તમે જ મુજને તમારા તરફ, ખંત રાખીને ખેંચ્યા કરો છો...૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ધન્યતા-ઉપકાર
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

તા.૨૭/૦૪/૨૦૧૦, વડોદરા, સવારે પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026