મુખ્ય સામગ્રી પર જાઓ

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને,
         દેખવો છે મારે તુજને, દૃષ્ટિ તું દેને...ટેક.
તારી દૃષ્ટિ વિના તુજને કેમ હું દેખું,
બિન દેખ્યે મુજ ભાગ્ય હરિ કેમ હું લેખું,
         પામું દર્શન તારા એવી...દૃષ્ટિ તું દેને૦ ૧
પિંડ બ્રહ્માંડ છે અસત્ય તોય હું દેખું,
તું ને હું તો સત્ય છીએ તોય ના દેખું,
         સર્વ સ્થળે ભાળું તને...દૃષ્ટિ તું દેને૦ ૨
જ્ઞાન નામે છું અજ્ઞાની કાંઈક તું કેને,
તારો જાણી શ્રીજી મને સંભાળી લેને,
          જેને જોવા તલસું તેની...દૃષ્ટિ તું દેને૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
પ્રાર્થના
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026