નેણામાં રાખું રે નેણામાં રાખું રે; નાથજીને જતન કરીને રે, મારા નેણામાં રાખું રે-ટેક. શિવ સનકાદિક શુક જેવા જોગી, હાં રે જેની વાટું જુવે છે લાખું રે-નાથ૦૧ છેલ છબીલાજીની મૂરતિ ઉપર, હાં રે મારા પ્રાણ વારી વારી નાખું રે-નાથ૦ ૨ નયણે નીરખી હરિને ઉરમાં ઉતારું, હાં રે એના ગુણડા નિશદિન ભાખું રે-નાથ૦ ૩ પ્રેમાનંદ કહે હરિરસ અમૃત, હાં રે હું તો પ્રેમ કરી નિત્ય ચાખું રે-નાથ૦ ૪
નેણામાં રાખું રે નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે
હસમુખભાઈ પાટડિયા
નેણામાં રાખું રે નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે
અજાણ (ગાયક )
નેણામાં રાખું રે નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે
અજાણ (ગાયક )
નેણામાં રાખું રે નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે
જયસુખભાઈ રાણપરા
નેણામાં રાખું રે નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
આસ્વાદ : પ્રસ્તુત પદમાં પ્રેમાનંદ સ્વામીની પોતાના ઇષ્ટદેવ સ્વામી શ્રી સહજાનંદજી પ્રત્યેની પ્રગાઢ પ્રીતિ પ્રગલ્ભપણે પ્રગટ થાય છે. પ્રેમસખી પ્રેમી ભક્ત –કવિ છે. એમનો પ્રભુપ્રેમ પરાકાષ્ઠાએ પહોંચેલો છે. શ્રીજીમહારાજે દીક્ષા આપતી વેળાએ એમને જે ઉપદેશ આપેલો એને પ્રેમસખીએ કેવો આત્મસાત કર્યો હતો એ આ પદ ઉપરથી સહેજે જણાઈ આવે છે. કવિ ગાય છે..... ‘નેણામાં રાખું રે, નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે , મારા નેણામાં રાખું રે,’ પરમાત્માના પ્રેમમાં પાગલ બનેલા પ્રેમી-ભક્તના ઘેલા નયન અહોરાત પ્રભુને ઝંખ્યા કરે છે. એ ઝંખના જ ઈશ્વરની અખંડ સ્મૃતિનું કારણ બને છે! પ્રેમસખી પણ જતન કરીને યત્નપૂર્વક શ્રીજી મહારાજને અખંડ અંતરમાં ધારી રાખે છે. કવિની આ ધારણા – આ ધ્યાન પાછળ માહાત્મ્યજ્ઞાનેયુક્ત ભક્તિભાવ ઝલકે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની એમની સર્વોપરી સ્વરૂપનિષ્ઠા અહીં અભિવ્યક્ત થાય છે. ‘શિવ સનકાદિક શુક જેવા જોગી હાંરે જેની વાટું જુવે છે લાખું રે .’ શિવ સનકાદિક તથા શુકદેવજી જેવા જોગી પણ જેના દર્શન માટે ઝૂરે છે અનંત કોટિ બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા પછી અન્ય કાંઈ પ્રાપ્તવ્ય રહેતું નથી, તેથી જ કવિના પ્રાણ એ છેલછબીલાની રસિક મૂર્તિ ઉપર કુરબાન છે. એક વાર લક્ષ્મીવાડીએ પ્રેમસખી ગયેલા ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એમને પાસે બેસાડી પૂછેલું : ‘સ્વામી! આમ એકલા ઘેલાકાંઠે અખો દિવસ શું કરો છો ? ‘ ત્યારે પ્રેમસખીએ કહેલું : ‘સ્વામી ! એકલા ? ભગવાન મળ્યા પછી ભવ ભવની એકલતા ટળી ગઈ છે . હવે તો બસ આ પ્રત્યક્ષ હરિને નયને નીરખીને અંતરમાં ઊતારી અહોનિશ એના ગુણગાન ગાયાં કરું છું .’ કવિએ કંઈક આવો જ ભાવ અહીં અભિવ્યક્ત કર્યો છે. પ્રેમસખીને માટે હરિરસ અમૃત સમાન છે. એનું પાન કરનાર જન્મમરણ રહિત થઈને શાશ્વત સુખમાં લીન થઇ જાય છે. કવિ કહે છે: ‘ એ અમૃતમય હરિરસને હું પ્રેમપૂર્વક નિત્ય ચાખુ છું .’ અહીં કવિ ‘પ્રેમે કરી નિત્ય ચાખું રે ‘ એમ કહે છે. એમાં ‘પ્રેમે કરી’ એ બહુ મહત્વના શબ્દો છે, કારણ કે પ્રેમ વિના તો એ રસની કલ્પના પણ દુર્લભ છે! કાવ્યના આરંભે ‘નેણામાં રાખું રે’ એ ઉક્તિનું પુનરાવર્તન પ્રેમાનંદ સ્વામીની ઉત્કટ પ્રેમભક્તિ દર્શાવે છે. સુગેય એવા આ પદની ભાષા સરળ છે ને પ્રાસરચના સાહજિક છે .
દીક્ષા ગ્રહણ કર્યા બાદ શરૂઆતના દિવસોમાં પ્રેમાનંદ સ્વામી શ્રીજીમહારાજની આજ્ઞાથી ઘેલાને તીરે પર્ણકુટિ બાંધીને રહેતા હતા. એ વખતે એમનું નામ ‘નિજબોધાનંદ સ્વામી’ હતું. દીક્ષા લેતી વેળાએ પોતાની માળા એમને આપતા મહારાજે કહ્યું હતું; “નીજબોધાનંદ! આ અમારી માળા તમે રાખો; ઘેલાના કાંઠે રહી , એના વડે અમારું સ્મરણ કરજો ..... અને તમારી આ સારંગી તમે અહીં મુક્તા જજો.....” “મહારાજ ! સારંગી .... અહીં ..... “ “હા સ્વામી! હમણાં તો તમારું તાલ ને સૂરનું જ્ઞાન અહીં મૂકીને જ જાવ. પહેલા શ્રવણ , મનન ને નિદિધ્યાસ કરી ધ્યાન સિદ્ધ કરો, અમારું ઊઠવું , બેસવું, આવવું, જવું-પ્રત્યેક ચેષ્ટાનું ચિંતવન કરો.” “ભલે મહારાજ! એમ કરીશ.” પોતાની સારંગી મહારાજને સોંપતાં નિજબોધાનંદ સ્વામીએ કહ્યું. એ દિવસથી માંડીને નિજબોધાનંદ સ્વામીએ ઘેલાને કાંઠે નીરવ એકાંતમાં અડ્ડો જમાવ્યો. સ્વામી ત્યાંથી દરરોજ દાદાના દરબારમાં મહારાજના દર્શન કરવા જતા અને નીર્નિમેષ નયને સલૂણાં શ્યામ શ્રી સહજાનંદજી મહારાજને નીરખ્યા કરતા. રાતદિવસ શ્રીહરિની રસિક મૂર્તિની રસાનુભૂતીમાં રાચતા પ્રેમસખી વધુ ને વધુ ઊંડા ધ્યાનમાં એ મૂર્તિને ધારતા ને અંતરમાં ઉતારતા. ઘેલાને કાંઠે મંદ મંદ વાતા વાયુના સૂસવાટા વચ્ચે સ્વામીનો બાકીનો બધો જ સમય પ્રગટ પુરુષોત્તમનારાયણના પ્રત્યક્ષ દર્શનથી ઉદ્ભવેલા અલૌકિક આનંદને પચાવીને એ દિવ્ય મૂર્તિના અખંડ અનુસંધાન સાથે વ્યતિત થઇ જતો એમ કરતાં આઠ મહિના વીતી ગયા. એક દિવસ શ્રીજીમહારાજે દાદા ખાચરના દરબારમાં સભા ભરી હતી.મોટા મોટા સદ્ગુરુઓ સભાને અગ્રસ્થાને બેઠા હતા. મહારાજ હજી સભામાં આવ્યા નહોતા. નિજબોધાનંદ સ્વામી સભામાં છેલ્લે મહારાજની પ્રતીક્ષા કરતાં ઊભા હતા. ત્યાં તો મહારાજની મોજડીના ચમ ચમ શબ્દો સંભળાયા . એ સાથે જ આખી સભા ઉભી થઇ ગઈ . સામેથી શ્રીજીમહારાજ આવી રહ્યા હતા. બધાની નજર એ તરફ જડાયેલી હતી. મહારાજે જરકશી જમો પહેર્યો હતો.માથે ગુલાબી ફેંટો બાંધ્યો હતો ને એમાંથી પુષ્પોના તોરા લટકતા હતા. પગમાં જરી ભરતની મોજડી હતી ને હાથમાં સોનેરી કનક છડી શોભતી હતી. લટકાળી ચલ ચાલતા ચાલતા મહારાજ આવતા હતા . નિજબોધાનંદ તો આ બધું રસબસ ભાવે નીરખ્યા કરતા હતા. ત્યાં એકએક મહારાજે એમને પકડ્યા અને એમના ગળે હાથ ભેરવી પોતાના આસન સુધી લઈ ગયા. પછી પોતે આસન ઉપર બિરાજી બોલ્યા ; “ સ્વામી! તમે શું નીરખી રહ્યા હતા તે આ સભાને કહો.” નિજબોધાનંદે દીનવદને હાથ જોડીને કહ્યું: “ મહારાજ ! મને મારી રીતે કહેવાની આજ્ઞા આપો એવી પ્રાર્થના છે .” આ સાંભળી મહારાજ ખૂબ હસ્યા , પછી બોલ્યા: “સ્વામી તમે અમારી આજ્ઞાનું બરાબર પાલન કર્યું છે. અમે તમારી ઉપર બહુ રાજી છીએ. આજે અમે તમને અમારી અનામત-સારંગી પાછી સોંપીએ છીએ. હવે તમે મન મૂકીને ગાઈ શકો છો ! પછી મહારાજે એક હરિભક્તને સારંગી લાવવા મોકલ્યા અને એ દરમ્યાન પોતે સભામાં વાત કરી: “આજે સત્સંગમાં મુક્તાનંદ સ્વામી વયે મોટા તેમજ જ્ઞાને ગંભીર છે. એટલે ધર્મનિયમની રીતિ એમની પાસેથી સાંભળવી અને ગોપાળાનંદ સ્વામી તો યોગમૂર્તિ છે , તેઓ અમારા સર્વોપરી સિદ્ધાંતને સારી રીતે સમજ્યા છે અને એના ભાષ્ય રચે છે. બ્રહ્માનંદ સ્વામી તેમના કાવ્ય-લેખન દ્વારા સત્સંગ સેવા કરી રહ્યા છે અને આ નિષ્કુળાનંદ છે તેમને ટાંકણું અને કલમ બંને વરેલાં છે , તે પણ અમારું રહસ્ય સમજી કાવ્ય દ્વારા તેનો પ્રસાર કરી રહ્યા છે. વળી આ ગુણાતીતાનંદ સ્વામી તો અમરી અખંડ સેવામાં રહ્યા છે. આજે આ પરમહંસોના દરબારમાં અમે આ નિજબોધાનંદ સ્વામીને ( પ્રેમાનંદ સ્વામીને ) પ્રવેશ આપીએ છીએ . એ અમારી પ્રત્યક્ષ મૂર્તિના ગુણગાન કરી પ્રેમલક્ષણા ભક્તિનો મર્મ સમજાવશે” એટલું કહી મહારાજે પ્રેમાનંદ સ્વામીને હાર પહેરાવી મોટેરા પરમહંસોની સાથે આગળ બેસાડ્યા. એટલામાં સારંગી આવી પહોંચતા પ્રેમાનંદે પોતાના અંતરની વાત કાવ્યરૂપે કથિત કરતા આલાપ સાથે કીર્તનની કડી ઉપાડી: ‘નેણામાં રાખું રે, નેણામાં રાખું રે, નાથજીને જતન કરીને રે, મારા નેણામાં રાખું રે,’
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી