મુખ્ય સામગ્રી પર જાઓ

આદિત્ય ઉદિયારે, સહજાનંદજી જગવંદ

આદિત્ય ઉદિયારે, સહજાનંદજી જગવંદ,
         પતિત ઉધારવારે, હરિ પ્રગટ થયા સુખકંદ.  || ૧ ||
ઉઘડતા અરવિંદરે, સહજાનંદ સુરજ નિરખી,
         સંત હરિ જનનારે, થયાં પ્રફુલ્લિત હૈડાં હરખી.  || ર ||
અજ્ઞાન અંધારુ રે, જેણે ટાળ્યું જ્ઞાન પ્રકાશી,
         મૂળ ઉખેડતાંરે, કલિમલ મતના અવિનાશી.  || ૩ ||
ધરમ ધરા પરરે, શુદ્ધ કરી થાપ્યો બહુનામી,
         ભકિતધર્મસુતરે, એવા પ્રેમાનંદના સ્વામી, || ૪ ||
 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026