મુખ્ય સામગ્રી પર જાઓ

આ પદ માંહીરે, ગાયા છે સાતે વાર

આ પદ માંહીરે, ગાયા છે સાતે વાર,
          જે કોઇ શીખેરે, સાંભલશે કરીને પ્યાર. || ૧ ||
તેન વધશેરે હરિ ચરણે પ્રેમ અપાર,
         દરશન દેશેરે, પ્રભુ સહજાનંદ સાકાર. || ર ||
સહજાનંદજીરે, શ્રીકૃષ્ણ તણો અવતાર,
         સમ ખાઇ કહું છુંરે, ખોટી મા જાણો લગાર. || ૩ ||
એમાં પ્રીતિરે, જે કોઇ કરશે નરનાર,
         પ્રેમાનંદ કહે છેરે, નિશ્ચે થાશે ઓધાર. || ૪ ||
 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026